Advertisement

Gujarati varta episode 1


ગુજરાતી વાર્તા.


1. આળસુ માણસ


એક આળસુ માણસ હતો. એકવાર તે રાયણના ઝાડ નીચે સૂતો હતો. અચાનક એક રાયણ તૂટીને તેની છાતી પર પડી. તેને રાયણ ખાવાનું મન થયું. પણ તેને લઈને મોંમાં મૂકવાની આળસને લીધે તેણે રાયણ ખાધી નહીં.

તેણે વિચાર્યું કે કોઈ માણસ અહીંથી પસાર થાય તેને રાયણ ખવડાવવા કહું. તેવામાં એક ઊંટવાળો ત્યાંથી પસાર થઈને થોડે દૂર નીકળી ગયો. પેલા આળસુ માણસે તેને બૂમ મારીને કહ્યું, ‘ઊભા રહો… મને તમારી મદદની જરૂર છે, જરા અહીં આવશો ?

ઊંટવાળો ઊભો રહ્યો. તેને લાગ્યું, ‘બીચારો બીમાર લાગે છે. જરૂર કોઈ તકલીફમાં હશે. લાવ જઈને મદદ કરું.’ ઊંટવાળો પાછો વળ્યો. મહામહેનતે ઊંટ પરથી નીચે ઊતર્યો.

તેણે પૂછ્યું, ‘બોલો ! હું તમારી શી મદદ કરી શકું ?’ ત્યારે પેલા આળસુ માણસે કહ્યું, ‘આ મારી છાતી પર રાયણ પડી છે તે જુઓ છો ? તેને મારા મોંમાં મૂકતા જાઓ.

આ સાંભળીને ઊંટવાળાનું તો મગજ ગયું. તેણે કહ્યું, ‘બસ! એટલા માટે જ તેં મને પાછો બોલાવ્યો અને ઊંટ પરથી નીચે ઉતાર્યો ?! તું એક નાનકડી રાયણ લઈને તારા મોંમાં નથી મૂકી શકતો !’ આમ બબડતો-બબડતો તે ત્યાંથી ચાલતો થયો.

પેલો આળસુ માણસ ઊંટવાળાને જતાં જોઈ રહ્યો. અને મોટેથી કહેવા લાગ્યો, ‘અરે ! ઓ ઊંટવાળા! એક નાનકડી રાયણ લઈને મારા મોંઢામાં મૂકવા જેટલું નાનું કામ પણ તું ન કરી શક્યો ? માળો ! આળસુ લાગે છે !’


બોધ :


સત્સંગ અને સફળતા આપણી છાતી પર પડેલા એક પાકા રાયણ સમાન છે. જો આપણે આળસ છોડીએ અને ઉત્સાહથી મંડી પડીએ તો આપણને સત્સંગ અને સફળતાનો ખૂબ મીઠો સ્વાદ આવે.


2. ડોસા એ ગામ બનાવ્યું.


જાપાન દેશની આ વાત છે. ત્યાંના એક દરિયાકિનારે એક મોટી ટેકરી હતી. આ ટેકરી પર ખેડૂતોનું એક ગામ હતું. દરિયાની એક તરફ તળેટીમાં ગામલોકોનાં ખેતર હતાં. સવારે વહેલા ઊઠી લોકો ટેકરી ઊતરી ખેતરના કામે વળગી જતાં ને સાંજ પડ્યે પાછા ઘેર આવતાં. નાનાં-મોટાં સૌ કામ પર જાય. માંદું હોય તે જ ઘેર રહે.

એક દિવસ બધાં કામે ગયાં હતાં. એક ડોસાને બે ત્રણ દિવસથી તાવ આવતો માંડ્યાં કે તાવમાં કામ કરવું સારું નહિ.બધાં એને સમજાવ પણ ડોસો માન તો ન હોય.

ડોસાની નજર દરિયા ઉપર પડી. જુએ છે તો દૂરથી એક મોટું મોજું કિનારા તરફ ધસી આવે છે. આ જાતનાં મોજાંનો ડોસાને અનુભવ હતો. દરિયો ગાંડો બનવાની આ રીતે શરૂઆત થતી. પછી અડધા કલાકમાં આવાં અનેક ખેતરો, પશુઓ તેમજ માણસોને તે ડુબાડી દે. એટલે તો એ લોકો ટેકરી પર રહેતા હતા.

પણ ખેતી તો નીચે તળેટીમાં જ કરવી પડે ને ! દરિયામાં આવાં તોફાન આવે ત્યારે ટેકરીની બીજી બાજુના ખેતરમાં કામ કરતા લોકો ઘણી વખત ડૂબી જતા. આથી આવું મોજું જોતાં ડોસો ધ્રૂજી ઊઠ્યો. એનામાં જોર ન હતું. નીચે દોડી જઈ લોકોને ખબર આપવા જેટલો વખત ન હતો. બૂમ પાડે તો સંભળાય તેમ ન હતું.


નેપોલયન ની જીવન કથા ભાગ 1


અડધા કલાકમાં તો મોજાં ટેકરીને ઘેરી વળશે. ગામનાં બધાં તણાઈ જશે, એ સૌને કેમ બચાવવાં ? વિચાર કરવા ડબ્બો ખેંચી કાઢ્યો. પોતાના ઘર પર ઘાસતેલ છાંટી એણે દીવાસળી ચાંપી જોતજોતાંમાં

ઘર સળગી ઊઠ્યું! આગના ભડકા ચારેબાજુએ ફેલાવા માંડ્યા.

તળેટીમાં બૂમાબૂમ થઈ ગઈ, ‘આગ ! આગ !’ સૌ મૂઠીઓ વાળી આગ બુઝાવવા દોડ્યા. બધા લોકો ટેકરી પર પહોંચ્યા ત્યાં તો ઘુઘવાટા કરતું એક જબરદસ્ત મોજું આસપાસ ફરી વળ્યું. તળેટીનાં બધાં ખેતરો ડૂબી ગયાં. પરંતુ કોઈ માણસ તોફાનમાં તણાયું નહીં ! ડોસાનું ઘર તો બળીને ખાખ થઈ ગયું, પણ ગામ આખું બચી ગયું.


બોધ :


લોકસેવા અને દેશસેવા માટે લોકોએ મોટાં-મોટાં બલિદાનો આપ્યાં છે. જરૂર પડે આપણે પણ કોઈને મદદરૂપ બનવું જોઈએ.


 

Leave a Comment

Join Our Whatsapp Group