Advertisement

નેપોલિયન ની જીવન કથા ભાગ 1


નેપોલિયન ની જીવન કથા ભાગ 1


વિશ્વના પૂરા નકશાને ધ્યાનથી જુઓ. તેમાં છ ખંડ આવેલા હું : ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા. આ છયે ખંડોમાં સૌથી નાનો યુરોપ ખંડ છે અને વસ્તીની દૃષ્ટિએ પણ અત્યારે તે સૌથી નાનો કહી શકાય. તેમ છતાં વિશ્વની જે મહત્તમ વિભૂતિઓ અને ઘટનાઓ ઘટી તે આ નાના ખંડમાં અથવા આ ખંડ દ્વારા ઘટી.

આ બધાનો એક જ જવાબ આપી શકાય કે યુરોપ, યુરોપ અને યુરોપ. આપણે યુરોપ શબ્દમાં યુ.એસ.એ.ને પણ ગણી લેવાનું છે, કારણ કે તેનું અસ્તિત્વ યુરોપમાંથી જ થયેલું છે. આટલી બધી વસ્તુઓમાં જો પશ્ચિમની ગોરી પ્રજા વિશ્વમાં સૌથી આગળ હોય તો ગૌરવ કોણ લે? તે લે કે આપણે લઈએ? ઉ૫૨ જે પ્રશ્નો પુછાયા છે તેમાં પ્રત્યેકની છણાવટ કરીને પાનાં ભરી શકાય છે, પણ આપણે તેવું નથી કરવું.

આ બધાનો એક જ જવાબ આપી શકાય કે ભારત, ભારત અને ભારત. ભારત એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતનું ભારત. આનો અર્થ કોઈ એવો ન સમજે કે યુરોપની સાથે તુલના કરીને ભારતને હલકું બતાવવામાં આવી રહ્યું છે. આ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જ પ્રશ્નોને ઉકેલી શકાય. વાસ્તવિકતા ઉપ૨ ધૂળ નાખવાથી થોડોક સમય તેને દબાવી તો શકાય છે, પણ તેથી કંઈ પ્રશ્નોનો ઉકેલ આવી જતો નથી. આપણે કાલ્પનિક ભૂતકાળના ગૌરવની વાતો કરીને નશામાં ચકચૂર તો રહી શકીએ છીએ, પણ તેથી ઉચ્ચતા પ્રાપ્ત થઈ જતી નથી. “હમ મહાન હું” એવું કહેવાથી મહાન થઈ જવાતું નથી.

આપણો વિષય છે :

યુરોપ દરેક ક્ષેત્રમાં આટલું મહાન કેમ બન્યું?

મારી દૃષ્ટિએ તેનું મુખ્ય કારણ યુરોપનાં નાનાંમોટાં અસંખ્ય યુદ્ધે છે. યુરોપમાં જેટલાં યુદ્ધો લડાયાં તેટલાં બીજે ક્યાંય લડાયાં નથી અને યુરોપમાં જેટલા સૈનિકો શહીદ થયા તેટલા બીજે ક્યાંય થયા નથી. તમને નવાઈ લાગશે કે આટલા બધા ચતુર્વિંગ વિકાસનું કારણ યુદ્ધો કેવી રીતે બની શકે? યુદ્ધોમાં તો શઈવ બાદ થ જતું હોય છે, તેથી પ્રજા વધુ પછાત અને દુખી થવી જોઈએ, તેની જગ્યાએ આટલો બધો વિકાસ કેમ થઈ શકે? આનો જવાબ સમજવા જેવો છે. એક તો યુદ્ધો કરનારી પ્ર મહત્ત્વાકાંક્ષી બનતી હોય છે. મહત્ત્વાકાંક્ષાથી જ મહાન કાર્યો બન હોય છે.

મહાન કાર્યોની પ્રેરણા તેની જરૂરિયાતોથી થતી હોય છે જ્યાં યુદ્ધો થતાં હોય છે ત્યાં અનેક પ્રકારની આવશ્યકતાઓ ઊભી થતી હોય છે, જેને પહોંચી વળવા પ્રજા કામે લાગતી હોય છે. જેમાંથી નવાંનવાં વૈજ્ઞાનિક તત્ત્વોની શોધો પણ થતી હોય છે, જ્યાં કદી કોઈ યુદ્ધ જ ન થયું ત્યાંની પ્રજા કદાચ ખાધેપીધે સુખી હોય છે, પણ તેનો વિકાસ થતો હોતો નથી, કારણ કે તેને કોઈ પડકાર હોતો નથી. પડકાર વિના પ્રતિભા ખીલતી નથી. માત્ર રોટલો ખાઈને જીવવું અને મરી જવું એ જ લક્ષ્ય હોય તો તેમાં કો પડકાર છે નથી.

કેટલીક વાર તો ભૂખે મરીને મરી જવાને પણ લોકો સહન કરી લેતા હોય છે, કારણ કે તેમને આશ્વાસન આપવામાં આવે છે કે આ તો તમારા પૂર્વજન્મનાં કર્મને તમે ખપાવી રહ્યા છો, એટલે હવે એટલું ભોગવવાનું ઓછું થયું. પૂર્વજન્મનાં કર્મોને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું કે ક્યાંય કશો પડકાર જ રહ્યો નહીં. જે છે, જેવું છે તેવું ભોગવી લો, જેમાં ગુલામી અને ગુલામીના અત્યાચારો પણ આવી ગયા. એટલે જ્યાં કદી કોઈ યુદ્ધ થયું જ નહીં અથવા થયું તો માત્ર આંતરિક નાનાં છમકલાં થયાં એવા દેશો વિકાસ વિનાના થઈ ગયા. જેમ કે તિબેટ. તિબેટ એટલે લામાઓનો દેશ, પ્રજાનો દેશ નહીં. પ્રજા ખરી, પણ તેનું કામ લામા પેદા કરવાનું અને લામાઓનું કામ ધ્યાન-ધારણાવિપશ્યના કરીને નિર્વાણ મેળવવાનું ક્યાંય કો સંઘર્ષ નહીં, કોઈ પડકાર નહીં.

બસ, શાંતિ જ શાંતિ. આનું પરિણામ એ  આવ્યું કે આ લામાભૂમિ સૈનિકો કે વૈજ્ઞાનિકો પેદા ન કરી શકી પરિણામે માત્ર થોડા જ દિવસોના આક્રમણમાં ચીને તિબેટને ઘડપી લીધું. લામાઓ મુઠ્ઠી વાળીને ભાગ્યા અને ભારતના શરણે આવ્યા. જે લામાઓ બચી ગયા અને જેઓ ભગવાન હોવાનો દાવો કરતા હતા.

તેવાઓને ચીનના સામ્યવાદીઓએ જીપની પાછળ બાંધી બાંધીને, જીપો ઘેડાવીને તેમના ભક્તોના દેખતાં રિબાવી રિબાવીને મારી નાંખ્યા. આવું જ વિશ્વના બીજા પણ કેટલાક દેશોમાં થયું હશે. આમ તો આખું વિશ્વ નાનાંમોટાં યુદ્ધોમાં ઘેરાયેલું જ રહેતું હતું અને રહે છે, પણ ભારતમાં જે અહિંસાવાદ પેદા થયો તેણે હિંસામાત્રથી મુક્ત થઈને અહિંસક જીવન જીવવાનો પરમ આદર્શ આપ્યો અને સૂત્ર આપ્યું : “અહિંસા પરમો ધર્મ’ આવું સૂત્ર વિશ્વમાં એટલે કે ઇસ્લામમાં, ક્રિશ્ચિયાનિટીમાં બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તેમાં પણ ગાંધીજીએ તો દાટ જ વાળ્યો.

ગાંધીજી અને તેમના શિષ્ય વિનોબાજીએ તો વારંવાર જાહેરાત કરી કે ભારતને સેના રાખવાની જરૂર જ નથી. ભારતે સેના વિખેરી નાંખવી જોઈએ. આ વિચારોનો પ્રભાવ પ્રથમ પ્રધાનમંત્રી નહેરુજી ઉપર પડ્યો અને તેમણે શસ્ત્ર ઉત્પાદન કરતાં મોટાં સોળ કારખાનાંઓમાં શસ્ત્રોનું તથા દારૂગોળાનું ઉત્પાદન બંધ કરાવીને લોકોને ઉપયોગી થાય તેવાં ખાતરો, પ્રેશરકૂકરો વગેરે ઉત્પન્ન કરાવવા લાગ્યા. તેમની ઇચ્છા સૈનિકોને ખેતરોમાં મજૂરી કરવા મોકલવાની હતી, કારણ કે તેમની દૃષ્ટિએ સૈનિકો વગર જોઈતો પગાર ખાતા હતા, પણ સેનાનાયક કરિઅપ્પા અને થિમય્યાએ વિરોધ કર્યો.

તેમણે તો રાજીનામું પણ ધરી દીધું, જેથી નહેરુજીને અટકી જવું પડ્યું. પણ આ કુબુદ્ધિનું પરિણામ તરત જ ૧૯૬૨ની ચીન લડાઈમાં ભોગવવું પડ્યું. ચીન સાથે સામાન્ય બંદૂકોની લડાઈ પણ આપણે સફળતાપૂર્વક લડી શક્યા નહીં અને હારી ગયા. નહેરુજીનો નશો ઊતરી ગયો અને તેમને સમજાયું કે સેના વિખેરાય નહીં. શસ્ત્રો ત્યજાય નહીં,

Leave a Comment

Join Our Whatsapp Group