Advertisement

નેપોલિયન ની જીવન કથા ભાગ 2


નેપોલિયન ની જીવન કથા ભાગ 2


જે રાષ્ટ્રોમાં વારંવાર ઊથલપાથલ થતી હોય છે ત્યાં જીવન સ્થિર નથી હોતું. જ્યાં જીવન સ્થિર નથી હોતું ત્યાં શાંતિ પણ નથી હોતી. અશાંતિ વ્યક્તિ અને પ્રજાને ભાગંભાગ કરાવતી હોય છે. ઈ. સ. ૧૭૮૯માં ફ્રાન્સમાં ક્રાન્તિની શરૂઆત થઈ કહેવાય. ક્રાન્તિમાં રાજ્સત્તા હચમચી ઊઠે અથવા ઊથલી પડે. અને જ્યાં રાજસત્તા હચમચે કે ઊથલે ત્યાં બધું જ હચમચવા લાગે. આવા ક્રાન્તિના સમયમાં પ્રજા બે-ત્રણ ભાગોમાં વહેંચાઈ જતી હોય છે.

એક તો ચીલાચાલુ રાજસત્તાને વફાદાર રહેતી હોય છે, બીજી ક્રાન્તિમાં ભળતી હોય છે અને ત્રીજી અનિર્ણાયક સ્થિતિમાં ઘડીકમાં આ તરફ તો ઘડીકમાં પેલી તરફ ભળતી રહેતી હોય છે. નેપોલિયન ક્રાન્તિકારીઓમાં ભળી ગયો. ત્યારે ફ્રાન્સમાં ત્રણ વાદ હતા : રાજાવાદ, ક્રાન્તિકારીવાદ અને કોર્સિકન વાદ. મોટા ભાગે પ્રૌઢ અને વૃદ્ધો રાજાવાદમાં દાખલ રહેતા હોય છે.

નેપોલિયન નું જીવન ચરિત્ર

ધાર્મિક ક્ષેત્રમાં અમુક સંપ્રદાયો એવું માનતા હોય છે કે જે સમયે જેની સત્તા હોય તેની સાથે રહેવું. જેની સત્તાનો અસ્ત થવા લાગે અને બીજી કોઈ નવી સત્તા ગાદીએ આવે તો સૌથી પહેલાં તેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવી. કદી પણ રાજસત્તા સામે ન પડવું. આવા સંપ્રદાયો ક્રાન્તિકારી નથી હોતા, ન તેમના અનુયાયીઓ ક્રાન્તિકારી થતા હોય છે.

નેપોલિયન ક્રાન્તિકારીઓમાં ભળી તો ગયો, પણ અંતે તેને તે ભળવું ભારે પડ્યું, કારણ કે ક્રાન્તિવાદીઓ રાજાના દુશ્મન હતા અને રાજા તેમને વીણીવીણીને ખતમ કરતો હતો, તેથી ૧૭૯૩માં પોતાના પરિવાર સાથે તેને ફ્રાન્સ ભાગી જવું પડ્યું. આ ઘટના કોર્સિકાદ્વીપની છે. કોર્સિકાદ્વીપ ત્યારે ફ્રાન્સનો ગુલામ હતો અને તેની આઝાદી માટે ચળવળ ચાલી હતી.

રાજકીય સાહસિક જીવન હોય તેને જીવનમાં કોઈ વાર ભાગવું પણ પડે, જેમ શ્રીકૃષ્ણને ભાગીને દ્વારકા જવું પડ્યું હતું. નેપોલિયન ભાગીને ફ્રાન્સ ગયો અને ફ્રાન્સિસી સેનામાં દાખલ થઈ ગયો. સતત લડનારાં રાષ્ટ્રોને સૈનિકો અને અધિકારીઓની સતત જરૂર રહેતી હોય છે, તેથી યુવાન લોકોને બહુ સરળતાથી સેનામાં નોકરી મળી જતી હોય છે. તે કાળમાં ઉદ્યોગોનો અને યંત્રોનો બહુ વિકાસ થયો ન હતો, એટલે જુવાનોનું વલણ સેના તરફ વધુ ઢળતું રહેતું. નેપોલિયન ભૂમિસેનામાં કમાન્ડર બની ગયો. વ્યક્તિને પોતાનું કરિઅર ઘડવામાં સાહસિક તકોની જરૂ૨ હોય છે.

આવી તકો સાહસિક અને કુશળ વ્યક્તિને બહુ જલદી ઊંચા પદે પહોંચાડી દેતી હોય છે. જે ક્ષેત્રમાં કશું સાહસ જ નથી હોતું, તે ક્ષેત્રમાં બેઠો ઠંડો રોટલો ખાઈને લોકો જીવન પૂરું કરી દેતા હોય છે. તેમનો કશો ઇતિહાસ હોતો નથી, પણ પોલીસ અને સેનાનું ક્ષેત્ર સાહસિક તકોથી ભરેલું હોવાથી સાહસિક વ્યક્તિ બહુ જલદી પ્રગતિ કરી શકતી હોય છે. પોલીસની કસોટી અપરાધીઓ છે અને સેનાની કસોટી યુદ્ધો હોય છે.

અપરાધીઓ ઘણા હોય, વારંવાર હુલ્લડો થતાં હોય, પ્રજામાં ગુંડાઓ-દબંગો વધી ગયા હોય અને કાયદો હાથમાં લઈને બેામ ફરતા હોય તેવી જગ્યાએ કોઈ બાહોશ પોલીસ અધિકારીની નિમણૂક થાય તો થોડા જ સમયમાં આવો અધિકારી પોતાની ધાક બેસાડીને દબંગોને નિષ્ક્રિય બનાવી દેતો હોય છે. તેના નામથી અપરાધીઓ ફફડવા લાગતા હોય છે અને હુલ્લડો કરનારાં અસામાજિક તત્ત્વોને લોકો સામે તેમનું માનમર્દન કરીને શાંતિ સ્થપાતી હોય છે.

આવી તકો વારંવાર મળતી હોતી નથી. જે લોકો પરાક્રમી અને સાહસિક નથી હોતા તેઓ અસામાજિક દબંગો સાથે ઝૂકી જતા હોય છે. તેમની સાથે મેળમેળાપ કરીને નોકરીનો સમય પસાર કરી લેવામાં પોતાને બુદ્ધિમાન માનતા હોય છે. આવા લોકો તકનો લાભ લઈ શકતા નથી. આવી જ રીતે જે સૈનિકો અથવા સેનાના અધિકારીઓ હોય છે તેમને પણ રોજરોજ યુદ્ધ કરવાનું હોતું નથી.

કદાચ પૂરી સર્વિસ સુધી યુદ્ધ થાય જ નહીં તો આવા લોકોને વેદના થતી હોય છે, કારણ કે યુદ્ધ વિના પોતાનાં પરાક્રમ અને સાહસ બતાવવાની તક તેમને મળતી નથી. નેપોલિયન જ્યારે ફ્રાન્સિસી સેનામાં ભૂમિદળના કમાન્ડર તરીકે દાખલ થયો ત્યારે બ્રિટિશ નૌ-સેના છેક ફ્રાન્સિસી બંદરો સુધી પહોંચી ગઈ હતી. પશ્ચિમની મોટા ભાગની સેના નૌસેના રહી છે અને મોટા ભાગનાં નિર્ણાયક યુદ્ધો સમુદ્રમાં થયાં છે.

ભારતમાં અંગ્રેજો આવ્યા તેના પહેલાં નૌસેનાનું કશું મહત્ત્વ જ ન હતું, તેથી વિશાળ સમુદ્રવ દેશ પાસે પ્રબળ નૌસેના ન હતી. જે દુશ્મનો આવતા તે ભૂમિમાર્ગે ખૈબર-બોલનના રસ્તે આવતા, તેથી મોટા ભાગનાં યુદ્ધો ભૂમિયુદ્ધો થયાં છે. નેપોલિયનની ટુકડીએ બ્રિટિશ નૌસેના ઉ૫૨ એવો ભયંક૨ તોપમારો કર્યો કે અંતે તેમને ભાગવું પડ્યું. જોકે આ લડાઈમાં નેપોલિયનની જાંઘમાં એક ગોળી પણ વાગી જે પાછળથી ઠીક થઈ ગયું. યુદ્ધમાં જાય અને કોઈ ઘા ન વાગે તો કદાચ તે પાછળ છુપાઈને લડનારો સૈનિક હોવો જોઈએ.

જે આગળ ધસીને શત્રુની સન્મુખ જઈનેયુદ્ધ કરતો હોય છે તે નાનોમોટો ઘા વાગવાથી ઘવાતો જ હોય છે. યુદ્ધના ઘા સૈનિકનું ગૌરવ કહેવાય. નેપોલિયનના બ્રિટિશ સેના ઉ૫૨ આવા વિયથી પ્રસન્ન થઈને સેનાપતિએ તરત જ તેને બ્રિગેડિયર જનરલના પદ ઉપર બેસાડી દીધો. આ તેનો ઝડપી વિકાસ હતો અને તે તેના સાહસને આભારી હતો.


ગુજરાતી વાર્તા વચાવા અહી ક્લીક કરો.


Leave a Comment

Join Our Whatsapp Group