શિયાળો એટલે જાત જાતના શાકભાજી અને પાક ખાવાની ઋતુ ,જેનો શિયાળો સારો તેનું આખું વર્ષ સારું.
શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં કુદરતી એન્ટિઓક્સિડન્ટ ઉમેરવા ખુબ જ જરૂરી છે, જેવાકે આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળો જેવા કે લીંબુ, જામફળ, કીવી, વગેરે..
મગફળીનો ઉપયોગ પણ અવસ્ય કરવો જેમાં પ્રોટીન ચરબી ખનીજતત્વો, ફાયબર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેડ વધુ હોય છે.
શિયાળામાં સૂકા મેવાનું સેવન લાભ દાયી છે,તેના પલાળીને કે દૂધ માં મેળવીને પ્રોટીન સેક બનાવી શકાય.
બાજરીમાં વધુ પ્રોટીન, મેગ્નેશ્યમ, કૅલ્શિયમ, મેંગેનીઝ, ટ્રીપ્ટોફેન ,ફાયબર, વિટામિન બી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
આદુનો ઉપયોગ ચામાં અથવા તો ખોરાક માં કરી શકાય જેથી શરીરને ગરમી મળે, પાચન પણ સારું થાય.
શરીરને સ્વસ્થ, નિરોગી ઉર્જાવાન રાખવા મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે દરેક ઋતુમાં મધ ગુણકારી છે પણ ઠંડીમાં વધુ લાભ દાયી છે.
શિયાળામાં આંબળા, આદુ,લીલી હળદર-અંબામોર, અને શાકભાજીના રસ લઈ શકાય.જેનાથી લોહીનું પ્રમાણ વધે છે અને લોહી શુદ્ધ થાય છે.